Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કાલથી વરસાદનો નવો રાઉન્ડઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાથી માંડી મધ્યમ તો કયાક ભારે ખાબકશે

આ સિસ્ટમ્સનો ઉત્તર ગુજરાતને વધુ લાભ મળશેઃ છુટા છવાયા હળવા-ભારે ઝાપટા ચાલુ રહેશે

 રાજકોટઃ તા.૧૩, વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે ગઇ કાલે નોર્થવેસ્ટ બંગાળની ખાડીમાં લો પ્રેસર થયેલ તેને અનુસંગીક ૭.૬ કિ.મી.ની ઉચાંઇ એ યુ.એ.સી  (અપરએર સાયકલોનીક સરકયુલેશન) છવાયેલ છે. લો પ્રેશર આગામી ૨૪ કલાક મજબુત થાય તેવી શકયતા છે. લો પ્રેશર એમ.પી સુધી પહોચતું હોય, તેને અનુસંગીક યુ.એ.સી ૩.૧ કિ.મી. ના લેવલનો પશ્ચિમી છેડો ગુજરાત સુધી લંબાતો હોય(ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન) ની અસર સ્વરૂપ તા.૧૪,૧૫,૧૬ (બુધ-ગુુરૂ-શુક્ર) માં રાજયના વિસ્તારમાં હળવો રાઉન્ડ આવશે... ગુજરાત ના ભાગોને વધુ અસરકર્તા રહેશે.

હાલ છુટા છવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ચાલુ છે તે  યથાવત રહેશે.તા.૧૪ થી ૧૬   દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છમાં ઝાપટા, હળવો, મધ્યમ,કયાક ભારે અને મધ્ય ગુજરાત લાગુ ઉતર ગુજરાત તેમજ પુર્વ અને દ.ગુજરાતના ભાગોમાં ઝાપટા હળવો મધ્યમ કયાક ભારે વરસાદ પડી શકે છે. ઉતર ગુજરાત વધુ લાભમાં રહેશે.  સૌરાષ્ટ્ર, કચ્છ કરતા ગુજરાતના ભાગોમાં માત્રા વધુ રહેશે.ત્યાર બાદ ના દિવસો માં છુટા છવાયા હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે.

(11:43 am IST)