Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આગામી ૭૨ કલાકમાં નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી

બંગાળવાળુ લોપ્રેશર હવે ગુજરાત તરફ ફંટાઈ રહ્યુ છે

અમદાવાદ : રાજયમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. રાજયમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદની આગાહી કરાઇ છે. રાજયમાં અને દેશભરમાં છેલ્લા ૧૫ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે નદી, નાળા અને ડેમ ઓવરફ્લો થઇ ગયા છે.

(11:42 am IST)