Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

સંજીવ ભટ્ટના પરિવારને મળતા હાર્દિક પટેલઃ દેશ વિદેશથી ૨૫ હજાર રાખડીઓ મોકલતી બહેનો

રાજકોટઃ સસ્પેન્ડેડ અને જેલસજા પામેલ પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટના પરિવારને મળવા કોંગ્રેસ અગ્રણી અને પાસ સુપ્રિમો શ્રી હાર્દિક પટેલ આજે સવારે ૧૦II આસપાસ ગયા હોવાનું પાસના શ્રી નિખિલ સવાણીએ જણાવ્યું છે.

દરમિયાન સંજીવ ભટ્ટ માટે દેશભરમાંથી જ નહિ વિદેશથી પણ ૨૫ હજાર રાખડીઓ અને બહેનોએ મોકલેલ તેમના સંદેશ અંગે આજે અત્યારે ૧૧ વાગે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ છે. જેમા વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી દિપિકા સીંગ રાજાવત (ચર્ચિત કથુઆ કેસમાં લડત આપનાર), ફાધર સેડ્રિક વાલેસ, મહિલા અગ્રણી ગીતાબેન પટેલ તથા નુરજહાં દિવાન સંબોધવાના છે.

(11:41 am IST)
  • મહિલાઓ મેકઅપ પાછળ ૮૬ લાખ વાપરી નાંખે છે : ૫૭% તો બહારજ નથી નિકળતી :દર વર્ષમાં એક પુખ્ત વયની મહિલા ૨૦૦૦ પાઉંડ તેમજ સપ્તાહમાં ૪૦ પાઉન્ડનો ખર્ચ કરે છે access_time 3:30 pm IST

  • શેરબજારમાં બપોરે ભારે વેચવાલીઃ ૬૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૧૯૦ પોઇન્ટ ડાઉન access_time 4:08 pm IST

  • પાલઘરમાં ધરતીકંપઃ મુંબઇઃ મહારાષ્ટ્રના પાલઘરમાં આજે વ્હેલી સવારે ૩.૨ નો હળવો ભૂકંપનો ઝાટકો આવ્યો છે access_time 11:25 am IST