Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ઉપરવાસથી સતત આવકને કારણે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું

પાવરહાઉસથી પાણી છોડાતા ગેટ ખોલાયો નથી : હાઇડ્રો પાવરના ત્રણ યુનિટ ધમધમ્યાં

વડોદરા : ઉપરવાસમાંથી સતત આવકના પગલે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. પાવર હાઉસ મારફતે છોડવામાં આવી રહ્યું હોવાથી એક પણ ગેટ ખોલવામાં આવ્યો નથી.

   કડાણા ડેમમાંથી 15,900 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે નદીમાં છોડાયું છે. ડેમમાં 16250 ક્યુસેકની આવક સાથે સપાટી 416.1 ફૂટે પહોંચી જતા પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી સતત આવક અને સપાટી રુલ લેવલ પાર કરી લેતા સપાટી મેઇન્ટેઈન રાખવા પાવર હાઉસથી પાણી છોડાયું છે. અને કડાણા હાઇડ્રો પાવરના ત્રણ યુનિટ ધમધમતા થયા છે.

(10:21 am IST)
  • દિલ્હી સરકારની ઓટો ચાલકોને મોટી ભેટ ;જીપીએસ ફી અને ફિટનેસ ફી માફ :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત ;નવો ફેરફાર પહેલી સપ્ટેમ્બરથી થશે લાગુ access_time 1:11 am IST

  • હજયાત્રા પૂર્ણતાના આરેઃ શનિવારે સાઉદી અરેબીયાના માઉન્ટ અરાફાત પર શનિવારે રપ લાખ લોકો પહોંચ્યા access_time 3:48 pm IST

  • શેરબજારમાં બપોરે ભારે વેચવાલીઃ ૬૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૧૯૦ પોઇન્ટ ડાઉન access_time 4:08 pm IST