Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ડીસામાં ભાજપના સક્રિય સભ્ય મુસામિયાએ પત્નીને ત્રણ તલ્લાક આપતા ચકચાર:પોલીસને પણ જાણ કરી

૩૨ વર્ષ પહેલા ફરિદાબાનુ સાથે લગ્ન થયેલ :એક સંતાન શિક્ષક અને બીજુ સંતાન મોડાસામાં જજ છે.

ડીસા :સંસદના બંને ગૃહોમાં ત્રીપલ તલાક બિલ પાસ થયુ છે.પરંતુ ડીસામાં ટ્રીપલ તલાકનો બનાવ સામે આવ્યો છે.નવાઈની વાત છે કે,ભાજપના સક્રિય સભ્ય મુસામીયાએ ત્રણ તલાક આપતા ચકચાર મચી જવા પામી છે મુસામિયા ચાવડાએ બે લગ્નના 32 વર્ષ બાદ ટ્રીપલ તલાક આપ્યા છે .

 

   મુસામિયાના ૩૨ વર્ષ પહેલા ફરિદાબાનુ સાથે લગ્ન થયા હતા.જેમનું એક સંતાન શિક્ષક અને બીજુ સંતાન મોડાસામાં જજ છે. આટલું લાંબુ લગ્ન જીવન હોવા છતાં મુસામિયા ચાવડાએ તેમની પત્ની ફરિદાબાનુને ફોન પર ત્રણ તલ્લાક આપી દીધા છે.

  ચર્ચાતી વિગત મુજબ ફરિદાબાનું પોતાના બંને સંતાનોને હાથ પર લઈને પોતે પગભર થઈ જતાં મુસામિયા ચાવડાની ઉપેક્ષા કરવા લાગ્યા હતા અને સામાજિક સ્તરે પણ મુસામિયાને નીચું બતાવવાની વારંવાર કોશિશ કરતાં આખરે મુસામિયા ચાવડાએ આજે ફોન પર તેમની પત્ની ફરિદાબાનુને ત્રણ તલાક આપી દીધા છે.

એટલું નહીં મુસામિયાએ પોતાની પત્નીને ત્રણ તલાક આપ્યા હોવાની જાણકારી પણ પોલીસ મથકમાં આપી દીધી છે.

(12:33 am IST)