Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમદાવાદમાં બેફામ વાહનો હંકારતા લોકો સાવધાન: સ્પીડ લિમિટ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું :

જાહેરનામનો ઉલ્લંધન કરનાર સામે થશે મોટી કાર્યવાહી

અમદાવાદમાં બેફામ  વાહનો હંકારતા વાહન ચાલકોને કાબૂ કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનરે વાહનોની ગતિ મર્યાદાને લઇને જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં ક્યાં માર્ગ પર કેટલી ગતિ મર્યાદા રાખવી તેને લઇને જાહેરનામું બહાર પાડ્યુ છે. જેમાં ભારે અને મધ્યમ વાહન માટે 40ની સ્પીડ, ફોર વ્હીલ માટે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ જ્યારે ટુ વ્હિલર માટે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નિશ્ચિત કરાઇ છે.

જો કે આ જાહેરનામામાં પોલીસ કોન્વેય, એમ્બયુલન્સ, મેડિકલ ઇમર્જનસી, ફાયર, ઇમરજન્સી સેવામાં રોકાયેલ વાહનોને બાકાત રખાયા છે. આ સાથે સૂચના અપાય છેકે આ જાહેરનામનો ઉલ્લંધન કરનાર સામે મોટર વ્હીકલ એક્ટ કલમ 183 (1),(2), અને 184 188 અને પોલીસ અધિનિયમ 131 મુજબ શિક્ષા થશે.પોલીસ કમિશનરે બહાર પાડેલુ આ જાહેરનામાનો અમલ આજ મધરાતથી થઇ જશે.

(8:11 pm IST)