Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમદાવાદના મિહીર પટેલ કોઇપણ વિમાનના સ્કેલ મોડલ બનાવવામાં માહેર

અમદાવાદ તા.૧ર : દરેકના જીવનમાં શરૂઆતનો એક સમય એવો હોય છે જયારે આકાશમાં ઉડતાં વિમાનોને જોઇને આશ્ચર્ય થાય. પરંતુ સમય જતા ઉડતા વિમાનને જોઇ થતા આશ્ચર્યની બાદબાકી થવા લાગતી હોય છે. પરંતુ અમદાવાદમાં રહેતો ર૧ વર્ષીય મીહિર પટેલ આજે પણ ઉડતાં વિમાન જોઇને એટલો રોમાંચિત થાય છે, જેટલો નાનપણમાં જેટલો નાનપણમાં થતો હતો, આ જ રોમાંચ થકી મીહીર કોઇપણ વિમાનનાં આબેહૂબ મોડેલ બનાવી શકે છ.ે

વિમાન મોડલની સાથે ડ્રોન ણ બનાવ્યું.

સ્કેલ મોડેલ બનાવવામાં માહેર એવા મીહિરે પ્રોજેકટ માટે એક ડ્રોન બનાવ્યું છે. જે વ્યકિતની ગરમી મુજબ તેને જમીનની અંદરની બાજુપણ ડિટેકટ કરી શકે છે. આ ડ્રોન ભારતીય સેના માટે ઘણુ મદદરૂપ સાબિત થઇ શકે તેમ છ.ેતો કુદરતી આપત્તિ સમયે પણ બચાવ અને રાહત કામગીરીમાં મદદરૂપ બની શકે છ.ેઆ ડ્રોન જમીન પરના માણસને શોંધી તેમનો જીવ બચાવી શકે છ.

(5:57 pm IST)