Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ગુજરાતમાં દારૂબંધીની મજાક :અમદાવાદ અને ગાંધીનગરમાં 20 હોટેલને દારૂ વેચવાની મંજૂરી !

છેલ્લા બે વર્ષમાં રાજ્યને 13.46 કરોડની આવક :વિધાનસભામાં ખુલાસો

 

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાસભા સત્ર દરમિયાન દારૂના આંકડા જાહેર કરાયા હતા સરકારનું કહેવું છે કે દારુબંધી માટે કડક પગલાઓ લેવાઈ રહ્યાં છે.પરંતુ સરકારે ગાંધીનગર અને અમદાવાદમાં 20 જેટલી હોટલને દારૂ વેચવાની મંજૂરી પણ આપી છે.રાજ્ય સરકારને 2 વર્ષમાં 13.46 કરોડની આવક થઇ હોવાનું વિધાનસભા સત્ર દરમિયાન કહેવામાં આવ્યું છે

  આવક વધુ થવાના અંદાજ સાથે રાજ્ય સરકારે વધુ 20 હોટલને દારૂ વેચવાની મંજૂરી આપી છે. હોટેલ અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી છે. જો કે હોટેલમાંથી દારૂ ખરીદવા માટે પરમીટ હોવી જરૂરી છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને બે વર્ષમાંદેશી વિદેશી દારૂ અને વેચાણના કરવામાં આવેલા કેસો, પકડાયેલા આરોપીઓ અને પકડવામાં બાકી આરોપીઓની સંખ્યા અંગે પ્રશ્નપૂછવામાં આવ્યો હતો. જેમાં સરકાર તરફથી રોજના દેશી દારૂના 181 કેસ અને વિદેશી દારૂના 41 કેસો નોંધાવાની ચોંકાવનારી માહિતી આપી છે.

(11:31 pm IST)