Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ડીસામાં સોડાની બોટલ ભરવા જતા ગેસનું પ્રેશર વધતા બાટલો ફાટ્યો ; લારીચાલક યુવકનું મોત

ગંભીર ઘવાયેલ યુવકનું સારવાર દરમિયાન પાલનપુર હોસ્પિટલમાં કરૂણમોત

 

ડીસામાં સોડાની બોટલ ભરવા જતા ગેસનું પ્રેસર વધતા બાટલો ફાટતા લારીચાલક યુવકનું કરૂણમોત નીપજ્યું છે લારી ચલાવતો યુવક અકસ્માતે ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

  અંગેની વિગત મુજબ ડીસાની સેન્ટ ઝેવિયર્સ સામે રહેતા૨૯ વર્ષીય કિશોર ભાઈ રમેશભાઈ શર્મા સોડા સરબતની લારી ચલાવી પેટિયું રળતા હતા.જેઓ પોતાની લારી ડીસાની દિપક હોટલ ચારસ્તા પાસે ઉભીરાખી સોડા બનાવતા હતા ત્યારે સોડાની બોટલ ભરવા જતા સોડાના ગેસ મશીનનું પ્રેશર વધવાથી બાટલો ફૂટી જતા ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે ડીસા સિવિલમાં લઇ જવાયા હતા. પરંતુ ડીસા સિવિલમાં પૂરતી સારવાર મળતા વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.જોકે, મૃતકના ભાઈએ ડીસા સિવિલમાં અપૂરતા સ્ટાફ અને સુવિધા સામે રોષ ઠાલવ્યો હતો.

(10:42 pm IST)