Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ગાંધીનગરમાં મહિલા તલાટી સાથે ગેરવર્તણૂક કરનાર આરોપી યુવાન પોલીસના સકંજામાં

ગાંધીનગર: કલેકટર કચેરીના ભોંયતળીયે આવેલી રજીસ્ટ્રી શાખામાં  અરજી લઈને આવેલા અરજદારે મહિલા તલાટીને ઈનવર્ડ નંબર તાત્કાલિક આપવા કહયું હતું અને બોલાચાલી કરી આ તલાટીને લાફો ઝીંકી જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરી હતી. જેથી આ સંદર્ભે એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલી ફરિયાદ બાદ એસસીએસટી સેલ દ્વારા આરોપી યુવાનની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે મહિલા તલાટી રજીસ્ટ્રી શાખામાં કામ કરી રહયા હતા તે દરમ્યાન અરજદાર ત્રણ પાનાની અરજી લઈને આવ્યો હતો. જે અરજીના છેલ્લા પાને શુભચિંતક રાજેશ મણીલાલ પટેલ લખેલ હતું.

(5:29 pm IST)