Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વડોદરામાં મિલકતની ખરીદી કરી સ્ટેમ્પ ડ્યુટી ન ભરનાર શખ્સોને દસ દિવસમાં રકમ ભરવાની નોટિસ ફટકારાઇ

વડોદરા: શહેરમાં વર્ષ-૧૯૯૬માં ખરીદેલી મિલકતમાં સ્ટેમ્પ ડયૂટી ભરી ના હોય તેવા મિલકત ધારકો કે જેઓની રૃા.૨૫ હજારથી ઓછી સ્ટેમ્પ ડયુટી બાકી હોય તેવી વ્યક્તિઓને દસ દિવસમાં સ્ટેમ્પ ડયુટી ભરપાઇ કરવાની નોટિસ આપવામાં આવી છે.

વર્ષ-૧૯૯૬માં ખરીદેલી મિલકતની ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઇ ના કરી હોય તેવા કેસોનો નિકાલ કરવા કામગીરી શરૃ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે નોંધાયેલ હોય અને જેની આજ દિન સુધી ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરી ના હોય તેવા દસ્તાવેજોની ચકાસણી કરતા જે દસ્તાવેજોમાં રૃા.૨૫ હજાર કે તેથી ઓછી રકમની ખૂટતી સ્ટેમ્પ ડયૂટી ભરવાની બાકી હોય તેવા દસ્તાવેજોની યાદી કલેક્ટર કચેરી ખાતે મુકવામાં આવી છે.

(5:27 pm IST)