Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં શાળામાંથી ધો.9ની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ત્રીજા માળેથી પડતું મૂક્યું

વડોદરા:શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી હિન્દી માધ્યમની સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે નવમા ધોરણની એક વિદ્યાર્થિનીએ ત્રીજા માળેથી પડતું મૂકતા ભારે હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. વિદ્યાર્થીને પડતું મૂકવા પાછળના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. દંતેશ્વરની સરસ્વતી વિદ્યાલયમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આજે સવારે 9:30 વાગે ત્રીજા માળેથી પડતું મૂકતા ભારે ઊહાપોહ મચ્યો હતો અને પડવાનો ધડાકો સાંભળી સ્કૂલનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ભેગા થઇ ગયા હતા.

(5:26 pm IST)