Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

બોરસદના જંત્રાલ ગામે આડા સંબંધનો વ્હેમ રાખી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દેતા ચકચાર

બોરસદ :તાલુકાના જંત્રાલ ગામે પરિણીતાના થયેલા શંકાસ્પદ મોત સંદર્ભે પેનલ ડોક્ટર દ્વારા હાથ ઘરાયેલા પીએમમાં માથા, શરીર તેમજ ગુપ્ત ભાગે બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી નાંખ્યાનું ખુલવા પામતાં જ ગઈકાલે વીરસદ પોલીસે ફરાર થઈ ગયેલા પતિ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૩જી તારીખના રોજ મધ્યરાત્રીના સુમારે જંત્રાલ ગામ પંચાયત સામે રહેતી ભાવનાબેન ઉર્ફે ભાનુબેન અરવિંદભાઈ ચુનારા વાઘરી બેભાન હાલતમા મળી આવતાં તેણીને બોરસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. મૃતકની લાશને પીએમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવતાં કોઝ ઓફ ડેથમાં જ તેની બોથડ પદાર્થથી ઈજા થયાને કારણે મોત થયાનું જણાવ્યું હતુ પરંતુ વિસ્તૃત પીએમ રીપોર્ટ બે દિવસ બાદ આપવાનું જણાવ્યું હતુ. 

(5:25 pm IST)