Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ગુજરાતમાં દરરોજ ૩૪ લાખનો દારૂ પકડાય છે

(અશ્વીન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૧૧: ગાંધીના ગુજરાતમાં દિવસે અને દિવસે દારૂની વધતી જતી બદી માટે આજની પ્રશ્નોતરીની ચર્ચાનો મુદ્દો બન્યો છે. રાજયમાં થતી દારૂની રેલમ છેલમ છેલ્લા બે વર્ષ દરમ્યાન વિદેશી, દેશી દારૂ અને બિઅર મળી રૂ. બે અબજથી વધારે રકમનો દારૂ પકડાયો છે. રાજયમાં દૈનીક દારૂની મોટા પાયે રેલમ છેલ આવે છે.

રાજયમાં આ દારૂની દૈનિક ગણતરી કરવામાં આવે તો રૂ. ૩૪ લાખનો દારૂ પકડવામાં આવે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે દારૂબંધીના કાયદાની અમલવારી કયાંય દેખાતી નથી.રાજયમાં બે વર્ષ દરમ્યાન દેશી દારૂ વેચાણના કરેલ ૧૩ર૪૧પ, વિદેશી દારૂ વેચાણના કેસ ર૯૯૮૯ આ પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા ર૯૯૮૯ આ પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૧૮૮રર૪ની છે. જયારે રાજયમાં વિદેશી દારૂની બોટલ ૧ર૯પ૦૪૬૩ બિયરની બોટલ ૧૭૩૪૭૯ર અને દેશી દારૂના ૧પ૪૦૪પ૪ નો જથ્થો   મળ્યો છે. આમ ગુજરાતમાં દૈનિક દારૂની રેલમછેલ ખુલ્લેઆમ ચાલે છે.

(3:44 pm IST)