Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વાગરાના જોલવા ગામે જુગારધામ ઝડપાયું : ભરૂચ એલ.સી.બી એ ચાર પત્તાપ્રેમીઓને ઝડપી પાડયા

ભરૂચ જિલ્લાના વગર તાલુકાના જોલવા ગામે જુગારધામ ઝડપાયું છે ભરૂચ એલસીબીએ દરોડો પાડીને ચાર જુગારીઓને દબોચી લીધા છે

 પોલીસ મહાનિરીક્ષક અભય ચુડસામા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસામ તરફથી જીલ્લામાં દારૂ અને જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હતી

 આ  અનુસંધાને ભરૂચ એલસીબી ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ના પો.સ.ઈ એ.એસ.ચૌહાણ તથા એલ.સી.બી ની ટીમ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન સાથેના પો.કો મહીપાલસિંહને મળેલ બાતમી આધારે દહેજના જોલવા ગામમા આવેલ ચાઈના સ્ટીલ કંપની પાસે આવેલ વેલકમ ફ્લેટ મા ફ્લેટ નં.એ-૩/૨૦૩ મા દરોડો પાડતા જુગાર રમતા ચાર આરોપીઓને  રામભરોસ ગીરધારી કેવટ (રહે.મનોરથમ બંગલોઝ મકાન નં-૧૮ શ્રવણ ચોકડી પાસે તા.જી.ભરુચ મુળ રહે.નયા ગાવ તા.પીપલદા જી.કોટા) સીરાજભાઈ મુસાભાઈ પટેલ ( રહે.જોલવા નવુ ફળીયુ

દહેજ  તા.વાગરા જી.ભરુચ ) મીનહાજ હનીફભાઇ પટેલ (રહે.જોલવા નિશાળ ફળીયુ દહેજ તા.વાગરા જી.ભરુચ) અને અસહાક ઉર્ફે અસફાક હનીફભાઈ પટેલ (રહે.મદીના હોટેલ નાગોરીવાડ પાછળ તા.જી.ભરુચ) ને ઝડપી પાડયા હતા

 .પોલીસે આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા ૮૯,૦૫૦ તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૧૪,૦૦૦ મળી કુલ રોકડા રૂપિયા ૧,૦૩,૦૫૦ તથા મોબાઈલ ફોન-૫ કિંમત રૂપિયા ૮૨,૦૦૦ તથા વાહન નંગ-૧ કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦ જુગાર રમવાના સાઘનો મળી કુલ  ૬,૮૫,૦૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.

 

(2:37 pm IST)