Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વાઈબ્રન્ટ ગુજરાતમાં ખર્ચ કેટલો? સરકારે 77.90 કરોડ વાપર્યા

ગાંધીનગર વિધાનસભામાં ચોમાસુ સત્રના છેલ્લા દિવસે મહેમદાબાદના ધારાસભ્ય અર્જૂનસિંહે વાઇબ્રન્ટ 2019માં કરાયેલા ખર્ચ અંગે વેધક સવાલ કર્યો હતો. જેના જવાબમાં સરકારે 77.90 કરોડ ખર્ચાયાનો જવાબ આપ્યો હતો.

 વાઇબ્રન્ટ ખર્ચ અંગે જણાવાયુ કે વર્ષ 2017 ના વાયબ્રન્ટ ગુજરાતમાં વોટર રીસોર્સ સેક્ટરમાં કોઇ પણ પ્રકારનુ રોકાણ થયુ નથી. 2017 મા ટેક્સટાઇલ અને એપરલ સેક્ટરમાં 159 ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેશન મંજૂર થયા હતા. જેમાં 31 માર્ચ 2019 ની સ્થિતિએ 107 પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયા હાલ માત્ર 24 પ્રોજેક્ટ જ અમલીકરણ હેઠળ હોવાનું સરકારે જાહેર કર્યું છે.

(1:40 pm IST)