Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રતીક ઉપવાસ - ધરણા પ્રદર્શન કરાયું

સમાન કામ સમાન વેતન સહિતની વિવિધ માંગ સાથે સરકાર સામે મોરચો માંડ્યો

વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ દ્વારા કેન્દ્ર સરકાર સામે બાંયો ચઢાવાનાં મૂડમાં છે. સમાન કામ સમાન વેતન સહિતની વિવિધ માંગ સાથે આજે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા 

 નર્સિંગ સ્ટાફની લાંબા સમયની માંગો તરફ સરકાર અનદેખી કરી રહી છે. જેથી નર્સિંગ સ્ટાફે વડોદરાની સયાજી હોસ્પિટલમાં પ્રતીક ઉપવાસ ધારણા પ્રદર્શન યોજયું જેમાં મોટી સંખ્યા સ્ટાફ મેમ્બર જોડાયા હતા અને સરકાર જો તેમની માંગ નહિ સ્વીકારેતો આગામી સમયમાં અન્ય કાર્યક્રમો આપવાની જાહેરાત કરી.

(1:34 pm IST)