Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રાધનપુરમાં રેફરલ હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે જ વરસાદી પાણીના તળાવડાં :દર્દીઓ પરેશાન

દર્દીઓને ઊંચકીને હોસ્પિટલમાં લઇ જવા પડે અથવા રીક્ષા કરીને લઇ જવા પડે છે

રાધનપુર : રાધનપુરમાં ચાર કરોડ રૂપિયાના ખર્ચે સરહદી વિસ્તારની સૌથી અત્યાધુનિક રેફરલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે,પણ વરસાદ આવે છે ત્યારે રેફરલ હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાથી હોસ્પિટલમાં દૂર-દૂરથી સારવાર માટે આવતા દર્દીઓની હાલત કફોડી બની જવા પામે છે.

  દર્દીઓને કાં તો ઊંચકીને હોસ્પિટલમાં લઇ જવા પડે છે કાં રીક્ષા કરીને લઇ જવા પડે છે.રેફરલ હોસ્પિટલ બની ત્યારથી આ સમસ્યાથી લોકો,દર્દીઓ અને રેફરલ હોસ્પિટલનો સ્ટાફ પીડાય છે પરંતુ આ સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી.વરસાદ પડ્‌યા બાદ દિવસો સુધી વરસાદી પાણી ભરાઈ રહેતા હોય છે. તંત્ર દવારા આ સમસ્યાનો ઝડપથી નિકાલ થાય તેવી લોકમાંગ છે.

(1:15 pm IST)