Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વર્ષ ૨૦૧૮-૧૯માં સીધા કરવેરાની આવકની રીતે રૂ.૪૯,૦૨૨ કરોડ સાથે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે

નાણાં રાજય મંત્રીનો રાજયસભા સાંસદ પરિમલભાઇ નથવાણીને પ્રત્યુત્ત્।ર

જામનગ૨, તા. ૧૧:   સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમે છે. વર્ષ ૨૦૧૮-૧૯જ્રાક્નત્ન દેશમાં સીધા કરવેરા પેટેની આવક રૂ. ૧૧,૩૭,૬૮૫.૪૧ કરોડ હતી, જેમાંથી ગુજરાતમાંથી રૂ. ૪૯,૦૨૧.૬૯ કરોડની આવક થઈ હતી. સીધા કરવેરાની આવકની દ્રષ્ટિએ ગુજરાત કરતાં આગળનું સ્થાન ધરાવતાં રાજયોમાં મહારાષ્ટ્ર (રૂ. ૪,૨૫,૩૯૦.૮૪ કરોડ), દિલ્હી (રૂ. ૧,૬૬,૪૦૫.૪૨ કરોડ), કર્ણાટક (રૂ. ૧,૧૯,૭૯૬.૫૧ કરોડ) અને તામિલનાડુ (રૂ. ૭૪,૨૩૮.૯૪ કરોડ)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય નાણાં રાજય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આ માહિતી જુલાઈ ૯, ૨૦૧૯દ્ગક્ન રોજ રાજયસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્ત્।રમાં રજૂ કરી હતી.

સદનમાં રજૂ કરવામાં આવેલા નિવેદન અનુસાર, જુલાઈ ૨૮, ૨૦૧૯ની  સ્થિતિએ કુલ ૪૬,૧૦,૨૦,૫૮૭ પેન ધારકો છે, જેમાંથી ૬,૩૧,૮૪,૪૦૩ પેન ધારકોએ આકરણી વર્ષ ૨૦૧૮-૧૯માં આવકવેરા રીટર્ન ભર્યું હતું. ગુજરાતમાં કુલ ૨,૫૫,૭૦,૭૧૫ પેન ધારકો છે, જેમાંથી ૬૨,૨૭,૪૮૭ પેન ધારકોએ આકારણી વર્ષ ૨૦૧૮-૧૯માં આવકવેરા રીટર્ન ભર્યું હતું.

મંત્રીશ્રીએ આપેલા જવાબ અનુસાર, સરકારે આવકવેરા કરદાતાઓનો બેઝ વધારવા માટે અનેક પગલાંઓ લીધા છે, જેમાં આવકવેરા વિભાગ દ્વારા નોન-ફાઇલર મોનિટરીંગ સિસ્ટમ (એન.એમ.એસ.)નો અમલ કરવામાં આવ્યો છે, જે આંતરિક માહિતી અને ત્રાહિત પક્ષો પાસેથી મેળવવામાં વ્યવહારોની માહિતીનું પૃથક્કરણ કરે છે અને એવી વ્યકિતઓ/પેઢીઓને ઓળખી કાઢે છે જેમણે ઊંચા મૂલ્યના નાણાંકીય વ્યવહારો કર્યા છે પરંતુ આવકવેરા રીટર્ન ભર્યું નથી.

શ્રી નથવાણી દેશમાં આકરણી વર્ષ ૨૦૧૮-૧૯જ્રાક્નત્ન મેળવવામાં આવેલી આવકવેરાની રકમ, દેશમાં નોંધાયેલા પઙ્ખન ધારકોની સંખ્યા અને સરકાર દ્વારા આવકવેરા કરદાતાઓનો બેઝ વધારવા માટે લેવામાં આવેલા પગલાંઓ અંગે જાણવા માંગતા હતા.  નાણાંકીય વિગતોના એકત્રીકરણ અને ચકાસણીની વ્યવસ્થાને વિસ્તૃત બનાવીને સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્સેકશન (એસ.ટી.એફ.)ના રૂપમાં બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ તથા વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોમાંથી ઊંચા મૂલ્યના ખર્ચાઓની માહિતી મેળવવની પ્રક્રિયાને આવરી લેવામાં આવે છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટી.ડી.એસ. અને ટી.સી.એસ.નો વ્યાપ વધારીને વધારે કરપાત્ર વ્યવહારોને તેમની મર્યાદામાં લાવવામાં આવ્યા છે અને મિલકતો, શેર, બોન્ડ, વિમો, વિદેશ યાત્રા અને ડિમેટ એકાઉન્ટ વગેરે જેવા નિશ્યિત વ્યવહારો માટે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પેન) જણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કર વહિવટમાં કર પાલન અને માહિતીના અસરકારક ઉપયોગ માટે દરમ્યાનગીરી વિનાની માહિતી સાથેના અભિગમને મજબૂત બનાવા આવકવેરા વિભાગે પ્રોજેકટ ઇનસાઇટનો પ્રારંભ કર્યો છે. આ સંકલિત પ્લેટફોર્મ કર-બેઝને વિસ્તૃત બનાવવામાં અને કરચોરોને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

(1:10 pm IST)