Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

છોટા ઉદેપુરમાં લાખોનું ચેકડેમ કૌભાંડ : નાયબ ઈજનેર અને કોન્ટ્રાકટર સહીત ચારની ધરપકડ

ખોટા દસ્તાવેજો બનાવી કૌભાંડ કર્યું ;કુલ આઠ વિરુદ્ધ ગુન્હો દાખલ

 

છોટા ઉદેપુરમાં ચેકડેમ કૌભાંડ સામે આવ્યું છે. ખોટા દસ્તાવેજો બનાવી 10.57 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. જેમાં નાયબ ઈજનેર અને કોન્ટ્રાકટર સહિત 4 ની ધરપકડ કરવામાં આવી હતી. કુલ 8 જેટલા આરોપી સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે

 . વર્ષ 2012- 2013 દરમ્યાન ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી ચેકડેમ નહીં બનાવી કૌભાંડ કર્યુ હતુ. ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર .ડી. રાઠોડ, નિવૃત્ત મદદનીશ ઈજનેર પી.આર.જોષી, નિવૃત્ત હેડક્લાર્ક એસ. કે. બારીયા અને ચેકડેમ કોન્ટ્રાકટર ધર્મરાજ બારીયાની ACB ધરપકડ કરી હતી.

(10:51 pm IST)