Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ પરથી હટાવવા કોંગ્રેસની વધુ કવાયત ;ક્ષતિઓ દૂર કરી ફરી જમા કરાવ્યા ડોક્યુમેન્ટ

સોગંદનામા સહિતની 6 ક્ષતિઓ દૂર :દસ્તાવેજો સાથે વિધાનસભાના સચિવને સબમિશન કરાવ્યું

 

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી દૂર કરવાના મામલે કોંગ્રેસ દ્વારા અપાયેલ અરજીમાં રહેલી ક્ષતિઓમાં કોંગ્રેસે સુધારો કરી ફરીથી અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની કવાયત હાથ ધરી છે

   કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ વિધાનસભાના સચિવ સમક્ષ પહોંચ્યા અને તેમણે સહી હોવી, સોગંદનામા સહિતની 6 ક્ષતિઓ દૂર કરી અને જરૂરી દસ્તાવેજો સાથે વિધાનસભાના સચિવને સબમિશન કરાવ્યું છે

(12:16 am IST)
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • ઘંટેશ્વરમાં જીલ્લા કોર્ટ સંકુલ અંગે હાઈકોર્ટની ટીમ રાજકોટમાં: સર્વે શરૂ : ઘંટેશ્વર સર્વે નં. ૧૪૦માં નવુ અદ્યતન જીલ્લા કોર્ટ સંકુલ બનાવવા અંગે આજે હાઈકોર્ટના જજો અને તેમની ટીમ રાજકોટ આવી છે, કલેકટર તંત્રના સર્કલ ઓફિસર દ્વારા જમીન અંગે માહિતી અપાઈઃ કુલ ૧૫ એકર જગ્યા અગાઉ પ્લાન મુકાયા છેઃ આજે સર્વે-સમીક્ષા બાદ નવા બિલ્ડીંગ અંગે નિર્ણય લેવાશે access_time 3:29 pm IST

  • ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પૂતળાના ભાંગી ગયેલ ટૂકડાઓ સાથે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નજરે પડી રહ્યા છેઃતેઓ આજે વિદ્યાસાગર કોલેજે આ ટૂકડાઓ સાથે ગયા હતા access_time 3:36 pm IST