Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

રાજકોટ અને જૂનાગઢ એક -એક સહીત રાજ્યની છ કોલેજોને બંધ કરવા આદેશ

આ કોલેજોને વિદ્યાર્થીઓ ન મળતાં તેને બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવાઇ

અમદાવાદઃ રાજ્યની 6 કોલેજોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કોલેજોને વિદ્યાર્થીઓ ન મળતાં તેને બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવાઇ છે. જેમાં મહેસાણા અને હિંમતનગરની ફાર્મસી અને સિધ્ધપુર તથા જૂનાગઢની મેનેજમેન્ટ કોલેજ સામેલ છે. જ્યારે રાજકોટની MCA અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજ બંધ થશે. એક એન્જિનિયરિંગ કોલેજ બંધ થવા છતાં રાજ્યમાં 30,000 બેઠકો ખાલી રહેશે.

ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી અને એન્જિનિયરિંગની 6 કોલેજોએ પોતાના અભ્યાસક્રમ બંધ કરવા માટે યુનિવર્સિટીને ક્લોઝર નોટિસ મોકલી છે

(11:25 pm IST)