Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ખેડામાં અનેકવિધ ગુનાઓમાં સંડોવાયેલો સઈડા ગેંગનો ખૂંખાર ફરાર કેદી ધીરૂ લાખા ચુનારા નડિયાદથી ઝડપાયો

નડિયાદમાં ટ્રિપલ મર્ડર,મહેમદાવાદના દુષ્કર્મ, લૂંટ તથા રાજ્યમાં ઘરફોડ તેમજ લૂંટના અસંખ્ય ગુન્હામાં સંડોવાયેલ

 

ખેડા: સઈડા ગેંગનો ઝડપાયેલો ખૂંખાર કેદી ધીરૂ લાખા ચુનારા નડિયાદ શહેરના ટ્રિપલ મર્ડર તેમજ મહેમદાવાદના દુષ્કર્મ, લૂંટ તથા રાજ્યમાં ઘરફોડ તેમજ લૂંટના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલો છે. લૂંટના ગુનામાં તેને પાંચ વર્ષની સજા થયેલ હોવાથી તે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવે છે.

ખેડા પોલીસ દ્વારા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને ખેડા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મહેમદાવાદના ગુનામાં પાંચ વર્ષની થયેલ સજા દરમિયાન જામીન પર છૂટેલા અને છેલ્લા 6 વર્ષથી ફરાર આરોપી અંગે માહિતી મળી હતી. જેને આધારે પોલીસ દ્વારા નડિયાદ બસ સ્ટેશન પાસેથી ફરાર કેદી ધીરૂભાઇ લાખાભાઇ ચુનારાને ઝડપી પાડયો હતો. હાલ તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

(10:30 pm IST)