Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વડોદરામાં રેલવે ટ્રેકના અનધિકૃત ક્રોસિંગના પગલે ચાર મહિનામાં 175 લોકોએ અકસ્માતનો જીવ ગુમાવ્યો હોવાની માહિતી

વડોદરા:રેલવે ટ્રેકના અનધિકૃત ક્રોસિંગ કરતા, ચાલતી ટ્રેન પર ચડતા અને ઉતરતા તથા ચાલતી ટ્રેનની સામે આવતા અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. વડોદરા વિભાગમાં આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ૧૭૫ વ્યક્તિઓ આ બાબતમાં મૃત્યુ પામી છે જ્યારે ગયા વર્ષે ૪૨૮ લોકોએ આવા અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો.

રેલવેની હદમાં થતા આવા અકસ્માતો રોકવા માટે રેલવે સુરક્ષા બળ દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે જેમાં મેગા ફોનથી ઘોષણાઓ કરી મુસાફરોને રેલવે લાઇન ક્રોસ નહી કરવા, ફુટ ઓવર બ્રિજનો  ઉપયોગ કરવો, ચાલતી ટ્રેનથી ના ઉતરવું અથવા ચડવું તથા ટ્રેનના દરવાજાના પગથિયા પર બેસીને યાત્રા ન કરવા બદલ જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે સ્થળો પર અનધિકૃત રીતે લોકો રેલવે ટ્રેકને પાર કરે છે, તે જગ્યાઓ પર રેલવે ટ્રેકને પાર ન કરવા માટે ઘોષણાઓ પણ કરવામાં આવે છે તથા ચેતવણી બોર્ડથી જાહેરાત કરાય છે.

(5:35 pm IST)