Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સરકાર દલિતોના પડખે ;વરઘોડા માટે પૂરતો બંદોબસ્ત અપાશે : સામાજિક સમરસતા બગાડવા નહિ દઈએ :પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ :રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં દલિત સમાજના વરઘોડાને લઈને વિવાદ થયો છે આ મામલે સરકાર તરફથી દલિતોને વરઘોડા કાઢવા માટે સુરક્ષા અપાઈ રહી છે કડીના લ્હોર ગામમાં દલિતોએ વરઘોડો કાઢતા ગામલોકોએ તેમનો બહિષ્કાર કર્યો હતો.ત્યારે આ ઘટનાઓ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દલિતોની પડખે છે.

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહે જણાવ્યું કે, "ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દલિત સમાજના નીકળતા વરઘોડ અંગે જાતની ચર્ચાઓ અને ઘટનાઓ અંગે મારે સ્પષ્ટતા કરવી છે કે, મહેસાણાના લ્હોર ગામે કેટલાક લોકોએ દલિતોના બહિષ્કારની જાહેર કરી હતી, આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને પાંચ લોકોની ધરપકડ કરી છે.

  આ ઘટના બાદ મુખ્યમંત્રીની સૂચનાથી સમગ્ર વહીવટી તંત્રને આદેશ કર્યો હતો કે ગુજરાતમાં કોઈ પણ ગામમાં દલિતોના વરઘોડા નીકળે તો તેમના પૂરતો બંદોબસ્ત આપવામાં આવે. સરકાર દલિતોના પડખે છે. ગુજરાતમાં કોઈ પણ કાળે સામાજિક સમરસતા બગડવા નહીં દઈએ. આ ઘટના બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જિલ્લા કલેક્ટર, રેન્જ એસપી, ગામમાં ગયા હતા અને બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

(2:05 pm IST)
  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • ગોંડલના ચરખડી પાસે આકાશ જીનીંગ મીલમાં ભભૂકી : આગની ઘટનાની જાણ થતા ગોંડલ-જેતપુરના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા :જીનીંગ મીલમાં પડેલા કપાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠવાનું કારણ અકબંધ: access_time 8:59 pm IST