Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વડગામમાં રિક્ષાચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો :મૃતકની પત્નીએ પ્રેમી પાસે કાસળ કઢાવી નાખ્યું :બંનેની ધરપકડ

એક કાકા બીમાર હોવાનું બહાનું કાઢીને રિક્ષાચાલકને બોલાવી માથામાં ધોકાનો ઘા મારી હત્યા કરીને ફરાર થયેલ પ્રેમી અને મૃતકની પત્ની જેલહવાલે

વડગામ તાલુકાના ચકચારી ઓટો રીક્ષા ચાલકની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે  મૃતુકની બેવફા પત્ની અને તેના પ્રેમીએ સાજીસ રચી પ્રેમી પાસે પોતાના પતિનું કાશળ કઢાવી નાખ્યું હોવાનું પોલીસ કબૂલાત થઇ છે

   ‎વડગામના ચકચારી રીક્ષા ચાલકની હત્યામાં મળતી વિગત મુજબ મૃતુક રીક્ષા ચાલક સુરેશભાઈ પાનાભાઈ પરમારની પત્ની જશોદાબેનના નરેશભાઈ કાંતિભાઈ પરમાર (રહે. કોટડી તાલુકો વડગામ ) સાથે પ્રેમ સંબંધ પહેલીથી જ હતો બન્ને પ્રેમી વચ્ચે પ્રેમિકાનો પતિ કાંટાની જેમ ખૂંચતો હોવાના કારણે પ્રેમિકાએ પ્રેમી પાસે તેની હત્યા કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું

  રવિવારે પ્રેમીએ મોબાઈલ ઉપર ફોન કરી પ્રેમિકાના પતિને એક કાકા બીમાર છે તેવું બહાનું કાઢી રીક્ષા મહેમદપુર રોડ ઉપર બોલાવી હતી રીક્ષા પાર્ક કરી રીક્ષાની નીચે ઉતરી રીક્ષા ચાલક બીમાર કાકાની રાહ જોઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવી પ્રેમી નરેશે રીક્ષા ચાલકના માથાના ભાગે જોરદાર ધોકાનો ઘા મારી પાડી દીધો હતો અને તેને છાતી તેમજ માથામાં માર મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો

  આ ઘટનાને અંજામ આપ્યા બાદ પ્રેમીએ પ્રેમિકાના મોબાઈલ ઉપર સંપર્ક કરી કામ પતાવી દીધાની જાણકારી આપી હોવાનું સૂત્રો દ્રારા જાણકારી મળે છે પોલીસને રીક્ષા ચાલકની હત્યામાં પહેલેથી મૃતુકની પત્ની ઉપર વહેમ જતા મોબાઈલ કોલડીટેઇલ સહિતની તપાસ હાથ ધરી પ્રેમી અને પ્રેમિકાની અટકાયત કરતા આ હત્યાની કબુલાત કરી હતી જેથી પોલીસે બન્ને પ્રેમીને જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

(12:36 pm IST)
  • કોલકતામાં અમિતભાઈ વિરૂધ્ધ ૨ ફરિયાદ : અમિતભાઈ વિરૂધ્ધ કોલકત્તામાં બે ફરીયાદ નોંધાઈઃ વિદ્યાસાગર કોલેજના ટીએમસી છાત્ર સંગઠનની રાવ બાદ જોડાસાંકો અને અર્મહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલઃ ગઈકાલે રોડ- શો દરમિયાન વિદ્યાનગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પડાયેલઃ ટીએમસીએ ચુંટણી પંચ પાસે પણ સમય માંગ્યો છે access_time 1:15 pm IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST