Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ટોટાણા સ્થિત પૂ,સંત શ્રી સદારામ બાપાના દેહાવસાનથી સમાજજીવનને ના પુરી શકાય તેવી ખોટ પડી ;વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

બનાસકાંઠાના ટોટાણા સ્થિત પૂ,સંત શ્રી સદારામ બાપાના દેવલોક થયાના સમાચારથી આઘાતની લાગણી અનુભવું છું તેમ જણાવતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે આજીવન પર્યત સેવાના ભેખધારી એવા પૂજ્ય સંત શ્રી સદારામ બાપાના દેહાવસાનથી સમાજજીવનને ના પુરી શકાય તેવી ખોટ પડી છે પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના

   બનાસકાંઠામાં ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા દેવલોક પામ્યા છે. ટોટણા આશ્રમના સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જેના પગલે ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ હતી.
    અત્રે ઉલ્લેખનીય છે કે, સંત સદારામ બાપાએ ઠાકોર સમાજમાંથી વ્યસન મૂક્તિ સહિતના કુરિવાજો દૂર કરવાનું સદકાર્ય કર્યું છે. તેમના સદ કાર્યને લઇને ગુજરાત સરકારે પણ તેમની કામગીરીને સન્માનિત કર્યા હતા.

(10:51 pm IST)
  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • ઘંટેશ્વરમાં જીલ્લા કોર્ટ સંકુલ અંગે હાઈકોર્ટની ટીમ રાજકોટમાં: સર્વે શરૂ : ઘંટેશ્વર સર્વે નં. ૧૪૦માં નવુ અદ્યતન જીલ્લા કોર્ટ સંકુલ બનાવવા અંગે આજે હાઈકોર્ટના જજો અને તેમની ટીમ રાજકોટ આવી છે, કલેકટર તંત્રના સર્કલ ઓફિસર દ્વારા જમીન અંગે માહિતી અપાઈઃ કુલ ૧૫ એકર જગ્યા અગાઉ પ્લાન મુકાયા છેઃ આજે સર્વે-સમીક્ષા બાદ નવા બિલ્ડીંગ અંગે નિર્ણય લેવાશે access_time 3:29 pm IST

  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST