Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

26મીએ અમદાવાદીઓ જોગિંગ કરતા-કરતા કચરો ઉપાડશે : પર્યાવરણનું કરશે જતન:પ્રથમવાર પ્લૉગીંગ રનનું આયોજન

વહેલી સવારે જોગીગ કરતા કરતા માર્ગો પરનો કચરો ઉપાડી આ અભિયાન શરૂ કરાશે

 

અમદાવાદ ;અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રથમ વખત પ્લોગીંગ રનનું આયોજન કરાયુ છે. સ્વચ્છતા મશિન અભિયાન અંતર્ગત સામાજિક સંસ્થાઓના સહયોગથી આગામી 26મી મેના રોજ રન યોજાશે. જેનું ફ્રીમાં ઓનલાઇન રજીસ્ટ્રશન કરી શકાશે. શહેરમાં સ્વચ્છતા વધે અને લોકોમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતિ આવે તે માટે પ્લોગીંગ રનનું આયોજન કરાયુ છે. વહેલી સવારે જોગીગ કરતા કરતા માર્ગો પરનો કચરો ઉપાડી આ અભિયાન શરૂ કરાશે.

  પ્લોગીંગ રનની શરૂઆત ઉતર યુરોપથી થઇ હતી. જેમાં સવારના સમયે જોગીંગ કરતા કરતા કચરો ઉપાડવા તેમજ પર્યાવરણ જતનમાં પોતાનો સહયોગ આપવા સારૂ કરવામાં આવેલ જે ખુબ જ પ્રસિદ્ધિ પામ્યો હતો.
   છેલ્લા કેટલાક સમયથી ભારતના શહેરોમાં જેવા કે બેંગલોર, હૈદરાબાદ તેમજ મુંબઇમાં આ પ્રકારની રન યોજવામાં આવ્યા હતા.. જેમાં લોકો દ્વારા જોગીંગ કરતા કરતા શહેરના માર્ગો પરના કચરો ઉપાડવામાં આવ્યો હતો. આ પ્રકારની પ્રવૃતિથી પ્રેરણા લઇને વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય ઉપરાત પર્યાવરણ સાથે પણ જોડાઇ શકે છે. તે હેતુથી સામાજિક સંસ્થાના સહયોગથી એએમસી દ્વારા 26 મી મેના રોજ પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું છે

(12:19 am IST)