Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

અમદાવાદમાં યુવકે ગાય સાથે કુકર્મ આચરતાં ખળભળાટ

અમદાવાદ, તા.૧૬: અમદાવાદના મેઘાણીનગર ખાતે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાર્ગવ રોડ પર કાર્ગો ગેટની અંદર એક વ્યકિતએ ગાય સાથે કુકર્મ આચર્યુ હતું. આ દરમિયાન ગાયના માલિકનું ધ્યાન જતાં તેણે લાલા નામના વ્યકિતને પકડીને મેઘાણીનગર પોલીસને સોંપી દીધો હતો.

ગાયના માલિકે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, રવિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ તેની કાળા કલરની દૂઝણી ગાય બપોરે ઘરેથી ભાગી ગઇ હતી. આ દરમિયાન ગાયની શોધખોળ આચરવામાં આવી હતી. બપોરે બે વાગ્યે ભાર્ગવ રોડ પર કાર્ગો ગેટની અંદરના ભાગે જોગણી માતાના મંદિરથી દૂર એરપોર્ટની દીવાલ પાસે ગાય મળી આવી હતી. ત્યાં જતાં માલુમ પડયું હતું કે એક વ્યકિત તેનું પેન્ટ ઉતારીને ગાય સાથે કુકર્મ કરી રહ્યો હતો.

(11:42 am IST)
  • ગાંધીધામ તથા કચ્છમાં પણ એકાએક હવામાન પલટાયુ : વાતાવરણ ધુંધળુ બની જતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી :કચ્છમાં પવનનો મારો ઝીંકાયો access_time 12:40 pm IST

  • પોરબંદર : માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના : આગામી 24 કલાક ઉત્તર અરબી સમુદ્રના વિસ્તારમાં ન જવાની સૂચના: દરિયામાં 40-50 કિમિની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના access_time 1:45 pm IST

  • મુસ્લિમ મહિલાઓને મસ્જીદમાં નમાઝ પઢવાની છૂટ આપોઃ સુપ્રિમમાં અરજી : આજે સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં નમાઝ પઢવા માટે પરવાનગી આપવી જોઇએઃ એક મુસ્લિમ દંપત્તિએ આ અરજી કરી છે અને કહ્યું છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશતી અટકાવવાની બાબત બંધારણની કલમ ૧૪, ૧૫, ૨૧, ૨૫ અને ૨૯નો ભંગ કરે છે access_time 4:16 pm IST