Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ગાંધીનગરમાં દીપડાનો આતંક: ખેતરમાં પંજા જોવા મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

ગાંધીનગર:દીપડાને નવા સચિવાલયમાં પગરવ માંડયા બાદ ગાંધીનગર શહેરની આસપાસના વિસ્તારોમાં દીપડો હોવાની વાત સતત સામે આવી રહી છે. પાલજ બાસણના ખેતરો, ગાંધીનગરના પુનીત વન અને જ-રોડ વિસ્તાર બાદ જિલ્લાના પીપળજ  અને અલુવા ગામમાં દીપડો હોવાના પુરાવા મળ્યા હતા.એટલુ જ નહીં, પીંપળજમાં તો બે વખત દીપડાએ મારણ પણ કર્યું હતું ત્યારે માણસા રેન્જમાં આવેલા લાકરોડાગામના કોતરોના વિસ્તારમાં આજે વનરક્ષકે નરી આંખે ફક્ત ૧૩ ફુટના અંતરે જ દીપડાના 'દર્શન' કર્યા હતા. વનરક્ષકને જોઇને દીપડો ત્યાંથી નદી તરફના જંગલોમાં ભાગી ગયો હતો. તંત્રએ અહીં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

અગાઉ ગાંધીનગર સચિવાલયમાં પ્રવેશીને દીપડાએ દીપડા ધન તેરસ ઉજવી હતી. મહામુસીબતે વન વિભાગની ટીમે યુક્તિ કરીને આ દીપડાને પાંજરે પુર્યો હતો. ત્યાર બાદ સતત ગાંધીનગર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં દીપડો હોવાની વાત ચર્ચામાં રહી છે. ગાંધીનગર શહેર નજીક આવેલા પાલજ અને બાસણ ગામના ખેતરોમાં ખેડૂતોએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો હતો તો ત્યારબાદ પુનીત વન અને અગાઉ દીપડો પકડાયો હતો તે ગરનાળા ઉપરાંત જ-રોડની બન્ને બાજુ પણ દીપડા જેવા પ્રાણીના પગલાં મળી આવ્યા હતા. જેને લઈને પણ વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાવામાં આવી રહયું છે . 

(5:24 pm IST)