Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સુરતના પાંડેસરામાં નજીવી બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:કિશોરના આંખ પર સ્ક્રુ ડ્રાઈવ ઘુસાવી દેતા ગંભીર ઇજા

સુરત: શહેરના પાંડેસરામાં કાળઝાળ ગરમીના રાહત માટે પંખો રીંપેરીગ કરવામાં મોંડુ થવાના મુદે થયેલા ઝઘડામાં કિશોરને એક વ્યકિતએ આંખની ડાબી બાજુ પેચ્યુ (સ્કુ ડ્રાઇવ) ઘુસાડી દેતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

પાંડેસરા વિસ્તારમાં પંચશીલનગરમા રહેતો ૧૫ વષીૅય વિચિત્ર રવિન્દ્ર શાહુને મોડી સાંજે   પાંડેસરાના પાણી ટાંકી પાસે ઇલેકટ્રીકની દુકાન સામે જ એક અજાણ્યા વ્યકિતએ ડાબી આંખ પાસે પેચ્યું ઘુસાડી દીધું હતું. તેથી તેને પેચ્યું ઘુસાડેલી હાલતમાં જ તરત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લવાયો હતો. કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે શાહુ પરિવારના સભ્યોએ પાંડેસરાના પાણીની ટાંકી પાસે ઇલેક્ટ્રીકની દુકાનમાં પંખો રીપેરીંગ કરવા આપ્યો હતો. જેથી વિચિત્ર શાહુ દુકાને ગયો હતો. અને પંખા મોડોં રીપંરીંગ કરી આપવાના મુદે વિચિત્ર અને દુકાનમાં હાજર વ્યકિત સાથે ઝઘડો થયો હતો. તેથી ઉશ્કેરાઇ ગયેલા વ્યકિતએ તેની આંખ પાસે પેચ્યુ ઘુસાડી દેતાં ચકચાર મચી છે. 

(5:22 pm IST)