Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સુરતના કાપડબજારમાં પંજાબના પિતા-પુત્રએ દલાલ મારફતે 47 લાખનું કાપડ ખરીદી છેતરપિંડી આચરતા અરેરાટી

સુરત: શહેરના કાપડ બજારમાં ધંધો કરતાં વેપારીએ સુરતના દલાલની માધ્યમથી પંજાબના વેપારી સાથે કરેલો ધંધો હવે મોંઘો પડી રહ્યો છે. ૨૦૧૭થી  ૨૦૧૮ દરમિયાન પંજાબના વેપારીએ જુદા જુદા સમયે રૂ.૪૭.૫૫ લાખનો કાપડનો માલ ખરીદ્યો હતો. સુરતના વેપારીને વિશ્વાસમાં લઈને માલ ખરીદી પેટે આપેલા ચેક રીર્ટન થતાં ઉઘરાણી કરી તો ગાળો આપીને મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. 

સુરતના રીંગરોડ પર આદર્શ ટેક્સટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતાં નેમારામ ક્રિષ્નારામ ચૌધરી (ઉ.વ. ૪૮, રહે. ૨૭ નંદનવન સોસાયટી, પરવટ પાટિયા, સુરત)એ સુરતમાં કાપડની દલાલી કરતાં આકાશ સેતાનસિંહ સિસોદીયા (રહે. ૫૨, નેમીનાથ નગર મોડલ ટાઉનશીપ પાસે, પર્વત પાટીયા, સુરત, તે ગોલ્ડન પોઈન્ટ ખાતે દુકાન ધરાવે છે)ની ઓળખાણથી પંબાજના વેપારી સાથે કાપડનો ધંધો કર્યો હતો. 

(5:21 pm IST)