Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વાતાવરણમાં અચાનક બદલાવ, કેરીના પાકને નુકશાનીનો ભય

અમદાવાદ, તા. ૧પ : રાજયમાં અનેક સ્થળોએ માવઠું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રવિવાર સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગઇકાલે રાતે નર્મદાના સાગબારા અને ડાંગ-વધઇ તાલુકામાં અનેક જગ્યાઓ માવઠું થયું હતું.

દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે જેને કારણે કયાંક કમોસમી વરસાદ તો કયાંક વાદળો છવાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગમી ૧૬ એપ્રિલ સુધી રાજયમાં આ અસર જોવા મળશે.

ઉકળાટ અને બફારા બાદ અચાનક વરસાદ પડતા એકબાજુ લોકોએ હાસકારો અનુભવાયો હતો, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોના ઉભા પાક અને કેરીના પાકને નુકસાન થવાની ભીતીથી તેઓની મુશ્કેલી વધી ગઇ હતી. આજે સવારે પણ ત્યાં વાદળછાયું વાતાવરણ હતું.

(4:21 pm IST)