Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભાનુશાળી હત્યા કેસ: સાક્ષી પવનની હત્યાનો પણ ઘડાયો હતો પ્લાન :- આશિષ ભાટિયા

સમાં સમાધાનની વાત થઇ હોવાનું પણ ખુલ્યું : કેસમાં મનીષા પણ સામેલ છે

 

અમદાવાદ :ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી મનાતો છબિલ પટેલ સીટ સમક્ષ હાજર થયો છે. દુબઇથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવતા પોલીસે છબિલ પટેલની અટકાયત કરી લીધી હતી. અંગે સીઆઇડી ડીજી આશિષ ભાટિયા અને રેલવેએ પ્રેસકોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે જ્યંતિ ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલની ધપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર અને વેવાઇ સામે ગુના દાખલ થતાં છબિલ પટેલ ચારે બાજુથી દબાણમાં આવી ગયા હતા. અને પોલીસ સમક્ષ હાજર થયા હતા. તેઓ દુબઇથી ફ્લાઇટ બદલીને અમદાવાદ આવતા એરપોર્ટ ઉપર તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તેમની પાસેથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ મળ્યા છે. તેમની પાસે અન્ય સામાન પણ મળી આવ્યા હતા

  પોલીસની પૂછપરછમાં છબિલ પટેલે અનેક વાતો રિપિટ કરી છે. સાથે સાથે તેમણે ગુના બાબતે કબૂલાત પણ કરી હતી. અમારી પાસે તેમની સામે પુરતા પૂરાવા છે. જેના આધારે અમે તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શૂટર સાથે કઇ રીતે મળ્યા અને કઇ રીતે ટ્રેનમાં રેકી કરી છે, બંગલાની પણ રેકી કરી હતી. તમામ વિગતો મેળવી રહ્યા છીએ. તેઓ 2 જાન્યુઆરીએ નીકળી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. કેસમાં મનીષા પણ સામેલ છે જેની ધરપકડ કરવામાં આવશે. અને અત્યારે કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાનુશાળી હત્યા કેસમાં પવન જે સાક્ષી છે તેની હત્યાનું પણ પ્લાન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. કેસમાં સમાધાનની વાત થઇ હોવાનું પણ બહાર આવ્યું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની સયાજી નગરી એક્સપ્રેસના એસી કોચમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ પર ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. છબિલ પટેલ મસ્કતથી દોહાન અને ત્યાંથી અમેરિકા ગયો હતો. ગુરુવારે વહેલી સવારે અમેરિકાથી અમદાવાદ પહોંચતા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તેની અટકાયત કરી લીધી હતી. કેસમાં છબિલ પટેલના પુત્રની પોલીસે પહેલા ધરપકડ કરી લીધી છે

જયંતિ ભાનુશાળીની હત્યા થયા બાદ તેમના પરિવારજનોએ છબિલ પટેલે હત્યા કરાવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સંદર્ભે પોલીસે છબિલ પટેલ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી છબિલ પટેલ વિદેશમાં હતો.

છબિલ પટેલ પુણેના બે શાર્પશૂટર્સને સોપારી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે છબિલે શશિકાતંને ભાનુશાળીની હત્યા માટે રૂ. 30 લાખની સોપારી આપી હતી. શશિકાંત અને અસરફ નામના શાર્પશૂટર્સને પોલીસે સાપુતારાથી ઝડપી લીધા છે.

(11:32 pm IST)