Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ ૧ મોત : ભય યથાવત

અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસો સૌથી વધુ : છેલ્લા અઢી માસના ગાળામાં દર્દીઓની સંખ્યા ૪૦૭૧થી પણ ઉપર : વધુ એકના મોતની સાથે મૃતાંક વધીને ૧૨૧

અમદાવાદ,તા.૧૪ : ગુજરાતમાં કિલર બનેલા સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુને કાબુમાં લેવાના તમામ પ્રયાસો હોવા છતાં દરરોજ સ્વાઈન ફ્લુના નવા કેસ નોંધાઈ રહ્યા છે. આજે પણ સ્વાઈન ફ્લુના અનેક મામલાઓ સપાટી ઉપર આવ્યા હતા. સ્વાઈન ફ્લુના કારણે આજે અમદાવાદમાં એકનું મોત થયું હતું. સ્વાઈન ફ્લુને લઇને સત્તાવારરીતે એકના મોતના અહેવાલ આવ્યા છે. બીજી બાજુ અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. અહીં ૧૨૦૦થી પણ વધુ દર્દીઓ સપાટી ઉપર આવી ચુક્યા છે. મોતનો આંકડો પણ ૨૦થી ઉપર પહોંચી ચુક્યો છે. બીજી બાજુ ગુજરાતભરમાં આ વર્ષે સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી ઉપર પહોંચી ગઈ છે. બુધવાર સુધી જ સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા અઢી મહિનાના ગાળામાં જ ૪૦૭૧ સુધી પહોંચી ગઈ હતી. આજે અમદાવાદમાં એક વ્યક્તિના મોત સાથે મોતનો આંકડો ૧૨૧ ઉપર પહોંચ્યો છે. બુધવારના દિવસે નવા બાવન કેસ સપાટી ઉપર આવ્યા હતા. આજે પણ સુરત, અમદાવાદ સહિત વિવિધ જગ્યાઓએ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. આ વર્ષે સારવાર લીધા બાદ હજુ સુધી ૩૫૦૬ દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા હજુ પણ ૪૪૫ની આસપાસ છે. સૌથી વધારે દર્દીઓ સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે. બુધવારના દિવસે પણ બાવન નવા કેસ નોંધાયા હતા. છેલ્લા અઢી મહિનામાં રેકોર્ડ સંખ્યામાં કેસો સપાટી ઉપર આવ્યા છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજો માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જોવા મળ્યો છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે સરકારી સ્કુલોમાં રહેલા શિક્ષકોને પણ લક્ષણો પર ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા ૪૦૪૧થી પણ ઉપર પહોંચી ગઈ છે જ્યારે સ્વસ્થ થઇને ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા ૩૫૦૬ જેટલી નોંધાઈ છે. સ્વાઈન ફ્લુની અસર થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા હાલમાં ૪૪૫ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. સારવાર હેઠળ રહેલા ઘણા દર્દીઓની હાલત સારી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે.  આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૧૨૦૦ ઉપર પહોંચી હતી.

સ્વાઈન ફ્લૂનો આતંક...

અમદાવાદ, તા.૧૪ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે.  સ્વાઈન ફ્લુનો આતંક નીચે મુજબ છે.

સ્વાઈન ફ્લૂના કુલ કેસ...................... ૪૦૭૧થી વધુ

સ્વાઈન ફ્લૂથી મોત............................. ૧૨૧થી વધુ

સારવાર હેઠળ લોકો............................. ૪૪૫થી વધુ

સ્વસ્થ થયેલા લોકો............................ ૩૫૦૬થી વધુ

૨૪ કલાકમાં મોત............................................. ૦૧

 

 

(8:27 pm IST)