Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભાનુશાળી કેસનો ઘટનાક્રમ

૭મી જાન્યુઆરીએ ભાનુશાળીની હત્યા કરાઈ હતી

અમદાવાદ, તા. ૧૪ :  ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની જાન્યુઆરી-૨૦૧૯માં ચાલતી ટ્રેનમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં વિદેશ ભાગી ગયેલો અને મુખ્ય સૂત્રધાર આરોપી છબીલ પટેલ આજે વહેલી સવારે નાટયાત્મક રીતે અમદાવાદ એરપોર્ટ પરથી સ્પેશ્યલઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ના હાથે ઝડપાઇ ગયો હતો. ભાનુશાળી હત્યા કેસનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

*    ૭મી જાન્યુઆરીના દિવસે સયાજીનગરી એક્સપ્રેસમાં મુસાફરી કરતાં જયંતી ભાનુશાળીની ૧૨-૫૫ આસપાસ ગોળી મારી હત્યા

*    ૮ જાન્યુઆરી-  ભાનુશાળીના ભત્રીજા સુનિલે છબીલ પટેલ સહિત ૫  સામે પોલીસ ફરિયાદ નોંધાવી-  ૭ આઈપીએસ અધિકારીઓ, ૬ ડીવાયએસપી, ૮ પીઆઈ સહિત ૨૦૦નો સ્ટાફની એસઆઈટી રચના કરવામાં આવી હતી

*    ૯ જાન્યુઆરી- અમદાવાદમાં ભાનુશાળીની અંતિમવિધિ થઈ, નલિયામાં લોકોએ બંધ પાળ્યો, સયાજીનગરીના એચ-૧ કોચને અમદાવાદ રેલવે સ્ટેશન સુરક્ષિત જગ્યાએ રાખી ૧૬ જવાનો રાઉન્ડ ધ ક્લોક સિક્યોરિટી ઉતાર્યા

*    હત્યાના ૩૬ કલાક બાદ પોલીસે એચ-૧ કોચમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

*    ૧૧ જાન્યુઆરી- રેલવે પોલીસ સહિત એસઆઈટીએ સામખિયાળી પગપાળા ચાલીને ઘટનાસ્થળે તપાસ કરી, છબીલનો એક ઓડિયો વાઈરલ કરી કહ્યું વિદેશની બિઝનેશ મિટિંગ પૂરી કરી ગુજરાત પોલીસને શરણે થવા કહ્યું

*    જયંતી ભાનુશાળીની હત્યામાં સીટની શકમંદોને સાથે રાખી એચ-૧ કોચમાં તપાસ

*    ૨૨ જાન્યુઆરી- જયંતી ભાનુશાળીની હત્યાની તપાસ ધીમી હોવાના આક્ષેપ સાથે સમાજ રસ્તા પર ઉતર્યો, કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાયા

*    ૨૫ જાન્યુઆરી- સીઆઈડી ક્રાઈમે આર્થિક કારણોસર જયંતી ભાનુશાળીની હત્યા થઈ હોવાનું જણાવી મનીષા ગોસ્વામી અને ભાનુશાળીના નામ લીધા

*    પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ભાજપે પક્ષમાંથી બરતરફ કર્યો

*    ૧૩ ફેબ્રુઆરી- રેલવે પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવાની કલમ ૭૦ મુજબની અરજી ભચાઉ કોર્ટમાં કરતાં કોર્ટે અરજીને માન્ય રાખતા પોલીસે તેને ભાગેડુ જાહેર કર્યો

*    ૧૭ ફેબ્રુઆરી- સાપુતારાથી જયંતી ભાનુશાળી હત્યા કેસમાં બે શકમંદ વિશાલ કાંબલે અને શશીકાંત ઝડપાયા

*    ૨૮ ફેબ્રુઆરી- પુનાના વિશાલ કાંબલે પાસેથી સીટને અનેક  વિગતો આપી, જેમાં મનિષા ગોસ્વામી, સુરજિત પરદેશી ઉર્ફે ભાઉ અને નિખિલ થોરાટ સહિતના શખ્સોની સંડોવણી ખુલી

*    છબીલ પટેલ અને વિશાલ કાંબલે એકબીજાને ઓળખતા નહોતા. પરંતુ મનિષા ગોસ્વામી, સુરજિતે ઓળખાણ કરાવી.

*    વિશાલે શશીકાંત અને અનવરને બોલાવી સોપારી અપાવી હોવાની બહાર આવ્યું

*    ૪ માર્ચ- સીટએ છબીલ સાથે સતત સંપર્કમાં રહેતા સ્થાનિક મીડિયા કર્મી મીઠુ ચૌહાણને શંકાના આધારે ઉઠાવી લીધો 

*    ૭ માર્ચ-  છબીલે સાક્ષી સુધી પહોંચવા મીઠુ ચૌહાણ સાથે પોતાના બે સંબંધી એવા વેવાઈ રસિક પટેલ અને ભત્રીજા પિયુષ વાસાણીએ પવન મૌર્યના ઘરની રેકી કામ સોંપ્યું, પિયુષના મિત્ર કામેશે પવનના ઘરની રેકી કરી તેના વીડિયો ઉતારી છબીલ પટેલને મોકલ્યાં, તમામ આરોપીઓ સામે ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

*    ૯ માર્ચ-  સિધ્ધાર્થ પટેલ સીટ સમક્ષ હાજર થયો

*    ૧૦ માર્ચ-  છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની ૧૭ કલાક પૂછપરછ બાદ ધરપકડ

*    ૧૧ માર્ચ-  પાંચ આરોપી રાહુલ પટેલ, નીતિન પટેલ, શશીકાંત કાંબલે, અશરફ શેખ અને વિશાલ કાંબલેની ધરપકડ, વિશાલ કાંબલેના રિમાન્ડ પૂરા થતાં તેને પુનાની યરવડા જેલમાં મોકલાયો

*    ૧૩ માર્ચ- વિદેશથી પોલીસને શરણે થવાની વાત સામે આવી

*    ૧૪ માર્ચ-  વહેલી સવારે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઈથી ફ્લાઈટમાં આવતા અટકાયત

(8:25 pm IST)