Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

થરાદમાંથી ૬૮૨ બોટલ વિદેશી દારૂની હેરાફેરી કરતી માર્શલ જીપ ઝડપાઇ :ચાલક નાશી છૂટ્યો

જીપ સહિત 1,70 લાખથી વધુનો મુદામાલ જપ્ત :ચાલકની શોધખોળ

થરાદમાં બળીયા હનુમાન ગોળાઈ નજીથી દારૂની 14 પેટી સાથે માર્શલ જીપ ઝડપાઇ છે જોકે ગાડીનો ચાલાક નાશી છૂટ્યો હતો પોલીસે જીપ સહીત 1,70 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે મળતી વિગત મુજબ થરાદના મહિલા પી.એસ.આઇ.કે કે રાઠોડ અને કર્મચારીઓ ભરતભાઇ કેશાભાઇ, સરદારસિંહ ગણેશાજી નગરમાં પેટ્રોલિંગમાં હતાં.આ વખતે નગરના હાર્દસમા બળીયા હનુમાન ગોળાઇમાં આવતાં બસ સ્ટેશન તરફથી GJ 02 K 5145 નંબરની માર્શલ જીપ આવતાં તેના પર શંકા જતાં તેને અટકાવવા ઇશારો કરતાં ભાગેલો ચાલક શહેરના વિજય બિઝનેશ શોપીંગના આગળના ભાગે ગાડી મુકી અંધારાનો લાભ લઇને નાસી છુટ્યો હતો. 

  પોલીસે ચેક કરતાં જીપમાંથી ૧૪ પેટીમાં રહેલો રૂપીયા ૭૦૨૦૦ની કિંમતનો ૬૮૨ બોટલ જથ્થો મળી આવતાં એક લાખની કાર સહિત કુલ રૂપીયા ૧૭૦૨૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.તેમજ પ્રોહીબેશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(7:53 pm IST)
  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ રહ્યાની અફવા : લોકસભાની ચૂંટણી પહેલા મહેન્દ્રસિંહ ફરી ભાજપમાં જોડાઈ શકે છે access_time 6:15 pm IST

  • કચ્છ કોંગ્રેસમાં ખળભળાટ : પ્રદેશ કારોબારીમાંથી હાજી જુમા રાયમાએ રાજીનામુ આપ્યું : કચ્છનાં ૩.૯૦ લાખ મુસ્લિમોની સતત અવગણના થતી હોવાનો આક્ષેપ access_time 3:45 pm IST

  • ખીરસરા જીઆઇડીસીએ ૧પ૦થી વધુ વેપારીઓની અરજીઓ નહીં સ્‍વીકારતા પ્રચંડ રોષઃ અરજીના રૂપિયા ૧રપ૦ પાછા દેવાની પણ ના : જીઆઇડીસી ખાતે વેપારીઓના ટોળા access_time 4:20 pm IST