Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સુરતના સચિન જીઆઈડીસીમાં શ્રમજીવી પરિવારની 4 વર્ષીય બાળકી પર બે યુવાનોએ પોતાની નજર બગાડી દુષ્કર્મ આચરતા ધરપકડ

સુરત: શહેરના સચીન જીઆઇડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની ચાર વર્ષીય બાળકીને આજે સવારે તેના રૂમની સામે જ રહેતા બે યુવાનોએ પોતાના રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકી નજરે ન ચઢતાં તેની માતા શોધતી શોધતી રૂમ પાસે આવી હતી અને દરવાજો ખટખટાવતા બંને યુવાનોએ બાળકીને બહાર મોકલી દરવાજો બંધ કરી દીધો હતો. બાળકીએ સમગ્ર ઘટના અંગે માતાને જાણ કરતાં માતાએ લોકોની મદદથી બંને યુવાનોને ઝડપી પોલીસને સોંપ્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સચીન જીઆઇડીસી બરફની ફેક્ટરી નજીકના એક વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલા આજે સવારે દસ વાગ્યાના અરસામાં ઘરકામ કરતી હતી તે સમયે તેની ચાર વર્ષીય બાળકી ઘરની બહાર રમતી હતી.થોડા સમય બાદ મહિલા બહાર આવી ત્યારે બાળકી નજરે ન ચઢતાં તેણે તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, બાળકીના ચંપલ તેના રૂમની સામે જ એક રૂમમાં રહેતા જીતેન્દ્ર વિપ્ર પ્રધાન (ઉ.વ. ૨૫) અને પ્રકાશ ગૌતમ પ્રધાન (ઉ.વ.૩૦) (બંને મૂળ રહે. ઓરીસ્સા) ના રૂમની બહાર હતી. આથી મહિલાએ તે રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ ઘણા સમય સુધી દરવાજો ખૂલ્યો ન હતો.

(5:49 pm IST)