Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સિદ્ધપુર : ગાય સાથે ભયંકર ક્રૂરતા આચરતા ભારે રોષ

પાટણ : સિદ્ધપુર હાઈવે રોડ પર આવેલ સુરમ્ય સોસાયટી નજીક ગાય પર અજાણ્યા શખ્સે તિક્ષ્ણ હથિયારથી ઘા કરતા આ ધૃણાસ્પદ કૃત્ય સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. સાથે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતની જાણ જીવદયા પ્રેમીઓને થતા તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ઘાયલ ગાયને એમ્બ્યુલન્સ મારફતે ગૌશાળામાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. આ ઘટનાના પગલે આવુ અધમ કૃત્ય આચરનાર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને પૂજનીય ગણવામાં આવે છે તેવામાં પાટણમાં બનેલી આ ઘટનાથી અરેરાટી પ્રસરી ગઈ છે.

(3:48 pm IST)