Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભગાભાઇ બારડ મામલે કોંગ્રેસ આક્રમકઃ અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા :સુત્રોચાર કરાયા

કોંગ્રેસના ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે અધ્યક્ષને રાજુઆત કરવા પહોંચાયું ;ન્યાય આપોના સુત્રોચાર કર્યા

ગાંધીનગરમાં ભગાભાઇ બારડ મુદ્દે વિપક્ષ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યું હતું. વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે 25 કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા હતા, જ્યાં અધ્યક્ષની ઓફિસ બહાર કોંગ્રેસના ધારાસાભ્યો ધરણા પર બેસી ગયા હતા, તેમજ ભગાભાઇને ન્યાય આપોના સુત્રોચ્ચાર સાથે રામધૂન શરૂ કરી વિરોધ નોંધાવ્યો હતા.

(12:42 pm IST)