Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

અમદાવાદમાં મહિલા ડોક્ટરને બદનામ કરવા- છેડતીનો પ્રયાસ :ફોનમાં અભદ્ર ભાષા અને પોસ્ટરોમાં ગંદુ લખાણ

મહિલા ડોક્ટરે પોતાના સસરા વાત કરતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

 

અમદાવાદ :અમદાવાદમાં મહિલા ડોક્ટરને બદનામ કરવા અને ટેબની છેડતી કરવાનો પ્રયાસ થયાનો મામલો બહાર આવ્યો છે  ચાંદખેડામાં મહિલા ડોકટરને બદનામ કરવા અને છેડતીનો પ્રયાસ થયો હતો. મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે.

   મળતી વિગત મુજબ ચાંદખેડામાં રહેતા ફિઝિયોથેરાપિસ્ટ એક મહિલા ડોક્ટરને છેલ્લા કેટલાક દિવસથી હેરાન કરવામાં આવી રહ્યાં હતા. અંગે મહિલા ડોક્ટરે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેમના ફોનમાં અલગ અલગ મોબાઇલ નંબરથી કોલ આવતા હતા. અને ફોનમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થઇ રહ્યો હતો. થોડા દિવસ તો ડોક્ટરે કેટલાક નંબર બ્લોક કરી વાતને ઇગ્નોર કરી પરંતુ  કોઇ અજાણ્યા શખ્સોએ મહિલા ડોક્ટરના જૂના ક્લિનિક પર પોસ્ટરો મોકલ્યા, પોસ્ટરોમાં ગંદુ ગંદુ લખ્યું હતું અને ડસ્ટબિનમાં ત્રણ મોબાઇલ પણ પડ્યા હતા.

    સમગ્ર મામલે મહિલા ડોક્ટરે પોતાના સસરા વાત કરી, ત્યારબા તેમના સસરા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યારબાદ ફરિયાદ દાખલ કરી, પોલીસે તમામ વિગતો નોંધી હાલ તપાસ હાથ ધરી છે, જો કે કામ પાછળ કોનો હાથ છે અને શા માટે ડોક્ટરને હેરાન કરવામાં આવતા હતા તેતો આરોપીની ધરપકડ બાદ સામે આવશે.

(12:31 am IST)
  • અમદાવાદ-આવકવેરા વિભાગ દ્વારા તૈયાર કરાયો કંટ્રોલ રૂમઃ ૨૪ કલાક ધમધમતો રહેશેઃ ગુજરાતના ૩૩ જીલ્લાની ફરીયાદો ઇમેઇલથી કંટ્રોલરૂમને મળશેઃ રૂ. ૧૦ લાખથી વધુની રોકડ કે અન્ય વ્યવહારો મળશે તો કાર્યવાહી કરાશે access_time 4:18 pm IST

  • કેન્દ્ર સરકારે એમ આર કુમારને એલ આઈ સી ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.જ્યારે ટીસી સુશીલ કુમાર અને વિપિન આનંદની મેનેજિંગ ડિરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. access_time 10:31 am IST

  • બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ : ધો.૧૦-૧૨ની ૪૭ કોરી ચાર્જશીટ ઝડપાઈ : વડોદરાના ગોત્રી પોલીસે ભુવનેશ પાઠકની કરી ધરપકડ : ૩ લેપટોપ, ૨ પ્રિન્ટર, ૪ મોબાઈલ જપ્ત access_time 5:50 pm IST