Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

પાટણના સિદ્ધપુર હાઈવેની સોસાયટી નજીક ગાય પર તીક્ષ્ણ હથિયારથી ક્રૂરતા આચરતા લોકોમાં ભારે આક્રોશ

ધૃણાસ્પદ કૃત્ય કરતા જીવદયા પ્રેમીઓમાં જબરો રોષ ફેલાયો

પાટણના સિધ્ધપુર હાઈ-વે રોડ પર  આવેલ સુરમ્યું સોસાયટી નજીક ગાય પર અજાણ્યા શખ્સે કતિક્ષ્ણ હથિયારથી ઘા કરી ક્રૂરતા આચરતા ભારે રોષ ફેલાયો છે આ ધૃણાસ્પદ  કૃત્ય કરતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે સાથે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી

  . આ બાબતની જાણ જીવદયા પ્રેમીઓને થતા તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ઘાયલ ગાયને એમ્બ્યુલન્સ મારફતે ગૌશાળામાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.આ ઘટનાના પગલે  કૃત્ય આચરનાર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, હિંદુ સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને પૂજનીય ગણવામાં આવે છે. તેવામાં પાટણમાં બનેલી આ ઘટનાથી સનસનાટી મચી જવા પામી હતી.

(8:58 am IST)
  • સચ્‍ચા હૈ, અચ્‍છા હૈ, ચલો નિતિશ કે સાથ... બિહારમાં મુખ્‍યમંત્રી નિતિશ કુમારના જેડીયુ પક્ષે ચૂંટણી સૂત્ર વહેતું કર્યુ access_time 4:13 pm IST

  • લોકસભાની ચૂંટણીની આચારસંહિતાની ઈફેકટ : નાયબ મુખ્યપ્રધાને બદલી અને નવા કામોની ભલામણ નહિં કરવા બોર્ડ લગાવ્યુ : ચેમ્બર આગળ સુચના માટેનું પોસ્ટર લગાવતા નીતિન પટેલ access_time 6:14 pm IST

  • કેન્દ્ર સરકારે એમ આર કુમારને એલ આઈ સી ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.જ્યારે ટીસી સુશીલ કુમાર અને વિપિન આનંદની મેનેજિંગ ડિરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. access_time 10:31 am IST