Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અંકલેશ્વરમાં વિજિલન્સ ટીમનો સપાટો :જુગારધામમાં દરોડો : બે સગીર સહીત 20 જુગારીઓ ઝડપાયા

અંકલેશ્વરમાં વિજિલન્સ ટીમે સપાટો બોલાવ્યો છે અને જુગારધામમાં દરોડો અડીને 20 લોકોને ઝડપી પાડયા છે

  મળતી વિગત મુજબ બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા આંકડાના જુગાર પર વિજિલન્સે અચાનક ચાપો મારી ત્યાં હારજીતનો જુગાર રમી રમાડતા ૨૦ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

  વિજીલન્સ ટીમે તેમની પાસેથી ૧૦ મોબાઈલ,૨ વાહન તેમજ રૂપિયા ૧૩૬૦૦ રોકડા મળી કુલ રૂપિયા ૫૯૮૭૦ કબ્જે કરી ઝદપાયેલા તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિજીલન્સે અચાનક છાપો મારતા અન્ય જુગારધામ ચલાવતા તેમજ જુગાર રમનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.

   અત્રે ઉલ્લેખનીય એ છે કે અંકલેશ્વર ખાતે થી ઝડપાયેલા ૨૦ જુગારીઓમાં બે તો સગીરવયના છે. બહારની વિજિલન્સની ટિમે આવી રેડ કરીને જો દારૂ, જુગાર પકડી શકતી હોય તો શું સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ હોય તેમ કહી શકાય છે.? એ વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી

(1:48 pm IST)
  • રાકેશ અસ્થાનાને ઝટકોઃ અરજી ફગાવી : દિલ્હી હાઇકોર્ટ તરફથી રાકેશ અસ્થાનાને ફટકોઃ તપાસ ચાલુ રહેશેઃ સીબીઆઇને ૧૦ સપ્તાહમાં તપાસ પુરી કરવા આદેશઃ કોર્ટે અસ્થાનાની અરજી ફગાવીઃ એફઆઇઆર રદ નહિ થાય. access_time 4:04 pm IST

  • વસુંધરા રાજે 15 વર્ષ બાદ ફરીવાર કેન્દ્રની રાજનીતિમાં આવ્યા :હવે નહિ બની શકે વિરોધપક્ષના નેતા :વસુંધરા રાજને ભાજપ ઉપાધ્યક્ષ બનાવાયા :હવે રાજસ્થાનમાં વિપક્ષના નેતા પદે કાર્યકર્તાઓ અને ધારાસભ્યોને નવો ચહેરો મળશે access_time 12:57 am IST

  • સુરતના આર. કે.ટી. માર્કેટમાં વેપારીઓનો હોબાળોઃ ચોરીના આરોપીઓ ન પકડાય ત્યાં સુધી માર્કેટ બંધ રાખવાની આપી ચીમકીઃ આર. કે.ટી. માર્કેટમાં અંદાજે ૪ હજાર જેટલા દુકાનો આવેલી છે access_time 4:04 pm IST