Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

17મીથી વડાપ્રધાન મોદી બે દિવસ અમદાવાદમાં :બપોરે ટ્રેડ શોનું અને સાંજે નવી વી,એસ,હોસ્પિટલનું કરશે ઉદ્ધઘાટન :કાર્યક્રમ જાહેર

બાયર-સેલર મીટમાં આપશે હાજરી :સાંજે શોપિંગ ફેસ્ટિવલમાં ટોકન ખરીદી કરશે : ગાંધીનગરમાં રાત્રી રોકાણ

 

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા, 17 અને 18 જાન્યુઆરીએ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદમાં યોજાનાર જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. 17મી જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ આવ્યા બાદ પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે આ સાથે બાયર સેલર મીટમાં પણ હાજરી આપશે સાંજે પીએમ મોદી નવી વી.એસ. હોસ્પિટલનું ઉદ્ધાટન કરવા જશે અને ત્યાં મીટિંગ પણ કરવાના છે.ત્યાર પછી પીએમ મોદી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદ્ધાટન કરવા જવાના છે.

  ગુજરાતના બે દિવસના પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ જાહેર થયો છે જે મુજબ  17મી જાન્યુઆરીએ પીએમ મોદી અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચશે બપોરે 2:30 વાગે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો બાદ બાયર સેલર મીટમાં પણ પીએમ મોદી હાજરી આપશે, ત્યારબાદ સાંજે 4 વાગે પીએમ મોદી નવી વી.એસ. હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે ,વીએસ હોસ્પિટના ઉદ્ઘાટન બાદ મીટિંગનું આયોજન કરાયું છે ,સાંજે 5:45 વાગે પીએમ મોદી અને મુખ્યમંત્રી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ટોકન ખરીદી કરી શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કરશે. 17મી જાન્યુઆરીએ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યા બાદ ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે.
    બાદમાં તા,18મીએ સવારે 10 વાગે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાતના ઇનોગ્રેશન સેશનનું ઉદ્ધાટન કરશે ત્યારબાદ સાંજે 4 વાગે સોવરેન ફંડ બાબાતે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં એક કલાક ભાગ લેશ.રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બાદ રાત્રે 8 વાગ્યાની આસપાસ વિવિધ દેશમાંથી આવેલા લોકો સાથે ડિનર કરશે.

(1:01 am IST)