Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી :બુથ લેવલની કામગીરીનો રીવ્યુ અને ડોર ટુ ડોર કંપેઇન

અમદાવાદ:કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2019ની ચૂંટણી માટે રણનીતિ બનાવવા દિલ્હીમાં કોંગ્રેસે કેલેન્ડર તૈયાર કર્યુ. જેને પગલે ગુજરાતમાં પણ કોંગ્રેસના પ્રચાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરાઈ છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચાર માટે ફેબ્રુઆરીમાં ગુજરાત આવશે.ચાવડાએ પાર્ટીની યોજનાઓ વિશે કહ્યું કે ચૂંટણીમાં બુથ લેવલની કામગીરીનો રીવ્યુ , ડોર ટુ ડોર કેંપેઈન અને સર્વાનુમતે ઉમેદવારની પસંદગી કરાશે.આ સિવાય જાન્યુઆરીનાં અંત સુધીમાં પ્રદેશ સમિતિ ઉમેદવારોની પેનલ તૈયાર કરીને AICC ને મોકલી આપશે.

(10:36 pm IST)
  • ૨૨ જાન્યુઆરીએ પ્રીયા રમાણી વિરૂધ્ધ આપરાધિક સુનાવણી માટે કોર્ટ તૈયાર : દિલ્હીની પતિયાલા હાઉસકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર દ્વારા પ્રિયા રમાણી વિરૂધ્ધ દાખલ કરેલી આપરાધિક માનહાનિ ફરીયાદમાં વધુ સુનાવણી ૨૨ જાન્યુ. નકકી કરવામા આવી access_time 3:38 pm IST

  • વસુંધરા રાજે 15 વર્ષ બાદ ફરીવાર કેન્દ્રની રાજનીતિમાં આવ્યા :હવે નહિ બની શકે વિરોધપક્ષના નેતા :વસુંધરા રાજને ભાજપ ઉપાધ્યક્ષ બનાવાયા :હવે રાજસ્થાનમાં વિપક્ષના નેતા પદે કાર્યકર્તાઓ અને ધારાસભ્યોને નવો ચહેરો મળશે access_time 12:57 am IST

  • CBI વિવાદ : સીબીઆઈના પૂર્વ પ્રમુખ આલોક વર્મા વિરુધ ખુદ CBI, ભ્રષ્ટાચારની ફરિયાદ નજીકના ભવિષ્યમાં નોંધાવી શકે છે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે : આ પહેલા પણ CBIના ૨ પૂર્વ પ્રમુખો એ. પી. સિંઘ અને રણજીત સિન્હા સામે ખુદ સીબીઆઈ એ ભ્રષ્ટાચારની FIR દાખલ કરી હતી access_time 10:22 pm IST