Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

રાજ્યમાં ગત વર્ષે માત્ર 5777 શિક્ષિત યુવાનોને સરકારી નોકરી મળી :છેલ્લા ચાર વર્ષમાં નોકરીના પ્રમાણમાં 73 ટકાનો ઘટાડો

છેલ્લા બે વર્ષમાં ગોધરા,નડિયાદ અને નવસારીમાં એક પણ નોકરી મળી નથી :વડોદરા જિલ્લામાં માત્ર એક ને મળી :ડાંગ જિલ્લામાં 3,આણંદમાં 4 અને તાપીમાં 5 શિક્ષિતોને મળી નોકરી

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવાનું બિલ રાજ્યસભામાં પાસ થયું છે. હવે રાષ્ટ્રપતિની સહીંની રાહ જોવાઈ રહી છે આ સ્થિતિ વચ્ચે નોકરીઓની જગ્યાઓ અગે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ સરકારે જ ભરતી કરવાનું બંધ કરી દીધું છે ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપતાં બેરોજગારો ખાનગી નોકરી તરફ વળ્યાં છે.

   એક અહેવાલ મુજબ બેરોજગારોને રોજગારી આપવાની અને સૌથી વધારે નોકરીઓ આપવાના વાયદા કરતી ભાજપની સત્તામાં જ શિક્ષિત બેરોજગારોને સરકારી નોકરીઓ મળી નથી ગુજરાત સરકારના જ આંકડાઓ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં સાડા પાંચ કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં માત્ર 5777 શિક્ષિત યુવાનોને સરકારી નોકરી મળી છે.

  એક રિપોર્ટમાં સરકારે જ કબૂલાત કરી છે કે, વર્ષ 2013-14માં 21,253 જણાને સરકારી નોકરી મળી હતી. જ્યારે વર્ષ 2017-18માં માત્ર 5,777 શિક્ષિતો જ સરકારી નોકરી મળી છે ઘણા જિલ્લામાં જેવા કે છેલ્લા બે વર્ષમાં ગોધર, નડિયાદ, નવસારીમાં તો એકેયને સરકારી નોકરી મળી નથી.
   આ ઉપરાંત વડોદરા જિલ્લામાંય બે વર્ષમાં માત્ર એક જણાંને જ સરકારી નોકરી મળી શકી છે. ડાંગ જિલ્લામાં 3, આણંદમાં 4 અને તાપીમાંપાંચ શિક્ષિતોસરકારી નોકરી મેળવી શક્યાં હતા. આ આંકડાઓ એજ દર્શાવે છે કે, ગુજરાતમાં સરકારી નોકરીઓ સ્વપ્ન બની છે. સરકાર જ ભરતી કરતી નથી.

   વર્ષ 2013-14માં 2,49 લાખ શિક્ષિતોએ ખાનગી નોકરી મેળવી જ્યારે વર્ષ 2017-18માં 3.0 લાખ શિક્ષિતોએ ખાનગી નોકરી મેળવી છે. આંકડા જ કહે છે કે, ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો સરકારી નોકરીની સરખામણીમાં ખાનગી નોકરી વધુ મેળવી રહ્યાં છે.

 મેગાસીટી અમદાવાદમાં છેલ્લાં પાંચ વર્ષમાં 2,114 જણાએ સરકારી નોકરી મેળવી શક્યાં છે. આજે ડીગ્રીધારી યુવાઓ નોકરી માટે આંટાફેરા મારી રહ્યા છે. બેકારીના ખપ્પરમાં હોમાયેલાં શિક્ષિતો આજે ઓછા પગારે વધુ કામ કરવા મજબૂર બન્યાં છે

(12:34 pm IST)