Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અમદાવાદ : તાપમાન વધ્યું છતાંય ઠંડીનો તીવ્ર ચમકારો

અમદાવાદમાં વહેલી પરોઢે તીવ્ર ઠંડીનો અનુભવ : નલિયામાં ૯.૩ અને ડિસામાં ૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ, તા.૧૦ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં રાત્રિ ગાળા દરમિયાન તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની અસર જોવા મળી રહી છે જેથી પારો પણ ગગડ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલીસવારમાં અને રાત્રિ ગાળા દરમિયાન ઠંડીના લીધે લોકો પરેશાન થયેલા છે. ખાસ કરીને ગરીબ લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. આજે અમદાવાદમાં પારો ૧૨.૭, ડિસામાં ૯.૮, ગાંધીનગરમાં ૧૧.૪, વલસાડમાં ૯.૬ અને નલિયામાં ૯.૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૨.૭ ડિગ્રી રહ્યું હતું. ઠંડીનું જોર ઘટ્યું હોવા છતાં અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે.  જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો ૧૪ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યો હતો. જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો.   હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં પારો ૧૦થી નીચે પહોંચેલો છે જેમાં નલિયા, વલસાડ અને ડિસાનો સમાવેશ થાય છે. ૧૪મી જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની અસર રહેશે. ત્યારબાદ દિનપ્રતિદિન ઠંડી ઘટશે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૦ : ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૧૨.૭

ડિસા............................................................... ૯.૮

ગાંધીનગર................................................... ૧૧.૪

વીવીનગર.................................................... ૧૨.૪

વડોદરા........................................................ ૧૧.૨

સુરત............................................................... ૧૫

વલસાડ.......................................................... ૯.૬

અમરેલી........................................................... ૧૪

રાજકોટ........................................................ ૧૨.૪

સુરેન્દ્રનગર................................................... ૧૨.૫

મહુવા.......................................................... ૧૨.૨

ભુજ............................................................. ૧૩.૩

નલિયા........................................................... ૯.૩

કંડલા એરપોર્ટ................................................. ૯.૮

 

(8:52 am IST)