Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

રાત્રે સુરત પંથકમાં ભૂકંપના આંચકા: હજીરા સહીત કાંઠા વિસ્તારમાં આંચકાનો અનુભવ

તીવ્રતા 3,5 જેટલી નોંધાઈ ;કેન્દ્રબિંદુ સુરતથી 20 કી,મી,દૂર :ભાવનગરના તળાજા પંથકમાં પણ ધરા ધ્રુજી

સુરત અને આજુબાજુના વિસ્તારમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા રિક્ટર સેલ પર 3.5નો આંચકો નોધાયો હતો હજીરા સહિત કાંઠા વિસ્તારમાં આ આંચકાનો અનુભવ થયો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

   મળતી વિગત મુજબ સુરત અને આજબાજુના વિસ્તારમાં રાત્રે 8.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટર સેલ પર 3.5નો આંચકો નોધાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર સુરતથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું.
  સુરતના ધરતીકંપના આંચકાની અસર ભાવનગરમાં પણ જોવા મળી હતી. તળાજા પંથકના ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4 થી 5 સેકન્ડ સુધી ધરા ધુર્જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

(10:46 pm IST)