Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

17મીએ ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક સુરતમાં સભા સંબોધશે :વીવિંગ વર્કર્સ માટે સહાય પેકેજ જાહેર કરશે

સહાય પેકેજમાં શિક્ષા, સ્વસ્થ,પેનશન સ્કીમ,કલચરલ સેન્ટર અને લગ્ન માટે પેકેજ કરશે

સુરત :સુરતમાં અઢી લાખથી વધુ ઓડિશાવાસી કારીગરો વિવિધ વિવિંગ યુનિટોમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યાં છે.ત્યારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાટક 17 ડિસેમ્બરે સુરતમાં સભા સંબોધશે. જેમાં તેઓ સુરતમાં વસતા ઓડિશાવાસીઓ માટે સહાય પેકેજની જાહેરાત કરશે.ત્યારે 17 ડિસેમ્બરના દિવસે તમામ વિવર્સ કારીગરને રજા આપવામાં આવી છે. સુરતમાં મોટાપાયે વિવિંગ યુનિટો ધમધમી રહ્યાં છે. જેમાં મોટાભાગના કારીગરો ઓડિશા રાજ્યના છે.

  સુરતમાં અંદાજે અઢી લાખથી વધુ ઓડિશાવાસી વસવાટ કરીને રોજગારી મેળવી રહ્યાં છે. ત્યારે આ કારીગરોને પડતી હાલાકીઓ અને મુશ્કેલીઓને લઈને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ચિંતા વ્યક્ત કરી છે. અને આ કારીગરો માટે સહાય પેકેજ તૈયાર કર્યું છે.

  સીએમ પટનાયક 17 ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવવાના છે.અને અહીં સભા સંબોધીને અહીં સ્થાયી થયેલા ઓડિશાના કારીગરો માટે વિશેષ પેકેજની જાહેરાત કરશે.સહાય પેકેજમાં શિક્ષા, સ્વસ્થ,પેનશન સ્કીમ,કલચરલ સેન્ટર અને લગ્ન માટે પેકેજની જાહેરાત કરવામાં આવશે.

(7:37 pm IST)