Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અમદાવાદના વસ્ત્રાપુરમાં ચેકીંગ કરવા ઉભેલ પોલીસને આરોપીએ દોડધામ કરાવી

અમદાવાદ:વસ્ત્રાપુર જજીસ બંગલો રોડ પર મંગળવારે રાત્રે વાહન ચેકિંગ કરતી પોલીસ અને આરોપી વચ્ચે દોડપક્કડ થઈ હતી જો કે, આરોપી પોલીસને થાપ આપવામાં સફળ રહ્યો હતો. મંગળવારે રાત્રે પોલીસે ચેકિંગ માટે રોકવા માટે ઈશારો કરતાં એક્ટિવા મૂકીને એક યુવક ભાગ્યો જ્યારે તેની સાથે રહેલો યુવક સ્થળ પર ઊભો રહ્યો હતો. પોલીસે ભાગેલા યુવકને પકડવા દોડ લગાવી પરંતુ તે પકડાયો હતો. પોલીસે એક્ટિવાની ડેકીમાંથી ઈગ્લિંશ દારૂની બે બોટલ ઝડપી ગુનો દાખલ કરી ફરાર આરોપીના સાગરીતને ઝડપી લીધો હતો. 

પોલીસ કોન્સ્ટેબલ સુમેરસિંહ અને લોકરક્ષક વિનોદકુમાર મોબાઈલ વાન સાથે મંગળવારે રાત્રેવાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાનમાં રાત્રે ૮.૪૫ વાગ્યે માનસી સર્કલ તરફથી એક્ટિવા પર આવી રહેલા બે યુવકોને વાહન રોકવા માટે પોલીસે ઈશારો કર્યો હતો. તે સમયે એક્ટિવા રોડની સાઈડમાં મૂકીને ચાલક યુવકે દોડ લગાવી હતી.

(5:28 pm IST)